News of Wednesday, 21st August 2019
શહેરાના માર્કેટ યાર્ડ પાસેની એક દુકાનમાંથી 310 લીટર સરકારી કેરોસીનનો જથ્થો ઝડપાયો
પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમેકેરોસીનનો જથ્થો કર્યો કબ્જે
પંચમહાલ શહેરાના માર્કેટ યાર્ડ પાસેની એક દુકાનમાંથી સરકારી કેરોસીનનો જથ્થો ઝડપાયો છે
આ અંગે મળતી વિગત મુજબ શહેરા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે પંકજ શાહની દુકાનમાં તપાસ હાથ ધરીને 310 લીટર કેરોસીન કબજે કરીને તેની સામે ફરિયાદ કરાઇ છે
. સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનનો કેરોસીનનો જથ્થો અહીં કેવી રીતે આવ્યો અને કઈ સરકારી દુકાનો આ કૌભાંડમાં સામેલ હશે તેને લઈને તંત્રમાં અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. એક જાણકારી મુજબ આ કેરોસીન ગેરકાયદે સફેદ પથ્થરની હેરાફેરી કરતા માફિયાઓ પોતાના વાહનોમાં વાપરે છે
(2:00 pm IST)