ગુજરાત
News of Tuesday, 21st August 2018

અંકલેશ્વરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં જુગાર રમતી સાત મહિલાઓ ઝડપાઇ:50 હજારથી વધુ રોકડ કબ્જે

 

અંકલેશ્વરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં જુગારની મેહફિલ માણી રહેલી મહિલાઓ ઉપર અંકલેશ્વર શેહર પોલીસે ત્રાટકી તેમને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડી હતી મહિલાઓના નામ હાલ જાણી શકાયા નથી. પરંતુ પોલીસે તેમની પાસેથી પચાસ હજાર થી વધુની રોકડ રકમ કબ્જે કરી હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લામાં દારૂ-જુગારની બદીને નેસ્તેનાબુદ કરવાના જિલ્લા પોલીસ વડા આર વી ચુડાસમાના હુકમને અત્યંત ગંભીરતાથી લેતા અંકલેશ્વર શેહર પોલીસે અત્યાર સુધીમાં અનેક જુગારિયાઓને તથા દારૂનો વેપલો કરતા લોકોને ઝડપી પાડ્યા છે. ફરી એક વખત અંકલેશ્વર શેહર પોલીસના પોલીસ નિરીક્ષક જે. જી. અમીન તથા તેમની ટીમે અંકલેશ્વરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પોતાના બાતમીદારો તરફથી મળેલી માહિતી ગંભીરતાથી લઇ એક જુગાર ધામ ઉપર દરોડા પડ્યા હતા. જ્યાં 7 જેટલી મહિલાઓ જુગારની મેહફીલ માણી રહી હોવાનું જણાઈ આવતા પોલીસે તમામ મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:42 pm IST)