ગુજરાત
News of Tuesday, 21st August 2018

વડોદરામાં સ્ટેટ વિજિલન્સ ટીમનો બુટલેગર લાલુ સીંધીના અડ્ડા પર દરોડો :147 પેટી વિદેશીદારૂ ઝડપાયો :ત્રણની ધરપકડ

 

વડોદરા: સ્ટેટ વિજિલન્સને ટીમ દ્વારા વડોદરામાં દરોડો પાડી 147 પેટી વિદેશી દારુ ઝડપી લેવાયો છે દારુ બુટલેગર લાલુ સિંધીનો હોવાનું બહાર આવ્યું છે

  મળતી વિગત મુજબ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા વડોદરાના ખોડિયાનગર વિસ્તારમાં બુટલેગર લાલુ સિંધીના દારુના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં 147 પેટી વિદેશી દારુ ઝડપી લેવામાં આવ્યો હતો તથા ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

 સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી બાદ આગામી દિવસોમાં બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે તો નવાઇ નહીં, કારણ કે તાજેતરમાં પણ ભરુચ નજીકથી મોટુ જુગારધામ ઝડપાતા જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઇ, પીએસઆઇ સહિતના સ્ટાફને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

(10:37 pm IST)