ગુજરાત
News of Tuesday, 21st August 2018

કરજણ ડેમ વોર્નિંગ સ્ટેજમાં રખાયો :જળસપાટીમાં વધારો

સુરત :દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદને કારણે ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ડેમમાં ત્રણ હજાર ક્યુસેટ પાણીની આવક થઈ રહી છે. ડેમ 72.67 ટકા ભરાયો છે. હાલની ડેમની સપાટી 1.9.45 મીટર છે.

  હાલ ડેમને વોર્નિંગ સ્ટેજ પર રાખવામાં આવ્યો છે. પાણીની આવકમાં વધારો થયા બાદ ડેમના ત્રણ દરવાજા ખોલીને કરજણ નદીમાં પાણી છોડવામાં આવશે.

 

(1:03 pm IST)