ગુજરાત
News of Tuesday, 21st August 2018

રાજ્યકલા મહાકુંભમાં વિવિધ સ્પર્ધા ઉમેરાઈઃ ભવાઈ, લગ્નસંગીતનો ઉમેરો

અમદાવાદ,તા.૨૦: રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વ્યાપી સાંસ્કૃતિક કલાઓની સ્પર્ધાઓના સમૂહ કાર્યક્રમ તરીકે કલા મહાકુંભનું પ્રતિવર્ષ આયોજન કરાય છે. જેમાં આ વર્ષે ભવાઈ, લગ્નગીત, ફટાણા અને વિવિધ લોક સંગીતની સ્પર્ધાઓ ઉમેરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા કલારસિકો ભાગ લઈ શકશે, એમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જણાવાયું છે. રાજ્ય કલા મહાકુંભમાં ગાયન વિભાગમાં સમૂહ લગ્નગીત ફટાણાની સ્પર્ધા ઉમેરાઈ છે જેનું આયોજન તાલુકા કક્ષાએ થશે. વાહન વિભાગમાં સરોદ, સારંગી, જોડિયાપાવા, રાવણહથ્થો સ્પર્ધાઓ ઉમેરાઈ છે. જેમાં સરોદ અને સારંગીની સ્પર્ધા જિલ્લા કક્ષાએ તથા જોડિયા પાવા અને રાવણહથ્થાની સ્પર્ધા સીધી રાજ્યકક્ષાએ યોજાશે. અભિયન વિભાગમાં પણ ભવાઈની સ્પર્ધા ઉમેરવામાં આવી છે.

(10:01 pm IST)