ગુજરાત
News of Sunday, 21st July 2019

અનુભવી અને કાર્યદક્ષ અધિકારીઓને જ ક્રાઇમ બ્રાન્ચમાં મુકાશે ::રાજ્યના પોલીસ વાળા શિવાનંદ ઝા

ગંભીર ગુન્હાઓની તપાસ અને અન ડિટેકટ ગુન્હાઓ શોધી કાઢવા વિશેષ ભાર મુકાશે

અમદાવાદ :રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા  એક ખાસ પરિપત્ર બહાર પાડીને જીલ્લાની એલ.સી.બી.ની કામગીરી તથા તેમાં આપવાની નિમણૂક બાબતે વિસ્તૃત સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે.

 ડી.જી.પી.ના આ પરિપત્રમાં એલ.સી.બી. દ્વારા કરવાની રહેતી કામગીરી વિશે સુચના અપાવામાં આવેલ છે. જેમાં. એલ.સી.બી.એ મુખ્યત્વે ગંભીર ગુનાઓની તપાસ અને અન-ડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે. તે સિવાય ફરાર આરોપીઓ પકડવાની અનડીટેક્ટ મર્ડર શોધવાની, વણઓળખાયેલી લાશોને ઓળખી કાઢવાની, ગુનેગારોની મોડસ ઓપરેન્ડી તથા હિસ્ટ્રીશીટરોનો ડેટાબેઝ તૈયાર કરવાની, ગુમ થયેલ સગીર વયના છોકરા/છોકરીને શોધવા જેવી કામગીરી પણ એલ.સી.બી.એ કરવાની રહેશે..


પોલીસ ઇન્સ્પેક્ટરે જાતે સ્થળ મુલાકાત લેવી. ઉપરાંત હથિયારો અંગેના, માદક પદાર્થો અંગેના, મહિલા અને બાળકો વિરુધ્ધના, સાયબર ક્રાઇમ, પાસપોર્ટ એક્ટ અંગેના ગંભીર ગુનાઓની તપાસ પણ આ બ્રાંચ દ્વારા જ કરવાની સુચના આપવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને પી.એસ.આઇ માટે ૫ વર્ષથી વધુનો અને પી.આઇ. માટે ૭ વર્ષથી વધુનો અનુભવ ધરાવતાં અધિકારીને જ મૂકવા સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત જે બાતમીદારોનું નેટવર્ક ધરાવતાં હોય, વિસ્તારની ભૌગોલીક અને સમાજીક પરિસ્થિતિથી વાકેફ હોય, ગુનાઓની તપાસ અને કાયદાનું પૂરતું જ્ઞાન ધરાવાતાં હોય, મીડિયા કે સોશ્યલ મીડિયામાં છવાઇ જવાની કે વૃત્તિ ન રાખે તથા સ્વચ્છ છાપ ધરાવતાં હોય તેવા જ અધિકારી/કર્મચારીઓને નિમણૂક અપવા માટે સુચના કરવામાં આવેલ છે.

(11:17 am IST)