ગુજરાત
News of Sunday, 21st July 2019

સાબરકાંઠાના ઇડર પંથકમાં પવન સાથે ગાજવીજ વરસાદ

વડાલી પંથકમાં વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ

 

 સાબરકાંઠાના ઇડર પંથકમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાય સમયથી વરસાદે વિરામ લીધો હતો. વિરામ બાદ વરસાદના આગમન થયુ છે. પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાથી સ્થાનિક લોકોને ગરમીથી રાહત મળી હતી. વરસાદ વરસતા ખેતીના પાકોને જીવતદાન મળ્યું છે. વડાલી પંથમાં વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ થઇ ગયો હતો.

(11:05 am IST)