ગુજરાત
News of Saturday, 21st July 2018

આણંદમાં અગમ્ય કારણોસર યુવાને ફાસો ખાઈ જીવનલીલા સંકેલી

આણંદ: શહેરનાં સો ફૂટ રોડ પાસે આવેલ આવકાર સોસાયટીમાં રહેતા એક યુવકે પોતાના ઘરે વહેલી સવારે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી.શહેર પોલીસને જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાના ખાતે મોકલી આપ્યો હતો.મૃતક યુવક પાસેથી આણંદ શહેર પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી છે. જો કે મોડી સાંજ સુધી આણંદ પોલીસે ફરિયાદ ન નોંધાયાનું જણાવ્યું હતું. 

પ્રાપ્ત વિગતોનુસાર આત્મહત્યા કરનાર ૩૧ વર્ષીય મોનિક હેમેન્દ્રભાઇ રાઠોડે પોતાની સ્યુસાઇટ નોટમાં પતિ, પત્નિ અને વો ના કારણે આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ છે. શહેર પોલીસે સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. 

(5:25 pm IST)