News of Saturday, 21st July 2018
ઉપરવાસના વરસાદથી હિંમતનગરની હાથમતી નદીમાં નવા નીર :કોઝવે પાણીમાં ગરકાવ :વાહન વ્યવહાર બંધ
અમદાવાદ :ઉપરવાસમાં વરસતા વરસાદને લઈને હિંમતનગરની હાથમતી નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં નવા નીર આવતા મહેતાપુર ગામ તરફ જતો કોઝ વે પાણીમાં ગરકાવ થયો છે. કોઝ-વે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
(12:13 pm IST)