ગુજરાત
News of Saturday, 21st July 2018

ધંધુકાના બાજરડા નદીમાં ઘોડાપુર :ગામની ચોતરફ પાણી ભરાયા :ધંધુકાથી બાજરડા જવાનો રસ્તો બંધ

બાજરડા ગામ પાસેના પુલ પર ધસમસતો પાણીનો પ્રવાહ :લીબડી તરફ જવાનો રસ્તો પણ બંધ

અમદાવાદના ધંધુકાના બાજરડા ગામે નદીમાં ઘોડાપુર આવ્યા છે. ગામની ચારે તરફ પાણી ભરાયેલા  જોવા મળી રહ્યા છે. વહેલી સવારે ચાર વાગ્યા બાદ પાણીનો પુષ્કળ પ્રમાણમાં વધારો થયો હતો. જેના કારણે ધંધુકા થી બાજરડા ગામ તરફ જવાનો રસ્તો બંધ થયો છે. બાજરડાથી લીંબડી જવાનો રસ્તો પણ બંધ છે. બાજરડા ગામ પાસેના પુલ પર પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે. અને લોકો જીવના જોખમે પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે.

(1:09 am IST)