ગુજરાત
News of Friday, 20th July 2018

અરવલ્લીની ધામણી નદીમાં નવા નીરની આવક :લાંક જળાશયમાંથી 3 હજાર ક્યુસેક પાણી છોડાતા બાયડના અનેક ગામોને એલર્ટ

ઉત્તર ગુજરાતમાં વરસેલા વરસાદને લઈને અરવલ્લીની ધામણી નદીમાં નવા નીર આવ્યા છે. જેથી લાંક જળાશયમાંથી 3 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. લાંક જળાશયમાંથી પાણી છોડવામાં આવતા બાયડના લાંક ગામ, ધીરપુરા, ડેમાઈ, વાંટડા અને કાવઠ ગામોને સાવચેત રહેવા કહેવાયુ છે. નદીના પટમાં અવર જવર કરવી, પશુઓને લઈને ને જવા સહિતની તંત્ર દ્વારા ચેતવણી અપાઈ છે.

(1:06 am IST)