ગુજરાત
News of Monday, 21st June 2021

LCBને મળી મોટી સફળતા : રાજપીપળા ધરફોડ ચોરીના 02 સાગરીતોને ભદામ પાસેથી ઝડપી 07 ધરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સુચના મુજબ એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર , એલ.સી.બી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુના ગુના ડીટેક્ટ કરવા જણાવતા રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા .૧૮ / ૦૬ / ૨૦૨૧ ના કરાઠા ગામે થયેલી ઘરફોડ ચોરી થેયલ આ ગુનાની તપાસમાં એલ.સી.બી.ટીમ દ્વારા કરાઠા ગામે થયેલ ઘરફોડ ચોરીમાં મળેલ સીસીટીવી ફુટેજના આધારે ચોરી કરનાર શખ્સો રાજપીપળા રેલ્વે ફાટકની નજીક રહેતા સીકલીગર હોવાની અને આ સીકલીગરો ચોરીનો મુદ્દામાલ વડોદરા ખાતે વેચાણ માટે જતા હોવાની બાતમી આધારે ભદામ પાસેથી, રવિસીંગ તારાસીંગ સરદાર ( સીકલીગર ) (રહે.રણોલી તા.જી.વડોદરા) રાજવિરસીંગ ઉર્ફે સલીદરશિંગ રાજાસીંગ સરદાર (રહે. કાલાઘોડા રેલ્વે ફાટક નજીક,રાજપીપલા)ને પકડી તેમની અંગ ઝડતી કરતા સોના - ચાંદીના દાગીના તથા ચાંદીના સીક્કા તથા જુના ચલણી સીક્કાઓ તેમજ તેમના રાજપીપલા ખાતેના ઘરની ઝડતી દરમ્યાન ચોરી કરવા માટે વપરાયેલ હથિયાર તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ. ૯૩,૦૧૫ના મુદ્દામાલ સાથે અટક કરી તેમજ બોબીસીંગ કિરપાલસીંગ સીકલીગર રહે.રણોલી ને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી રાજપીપલા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યા છે

(10:34 pm IST)