ગુજરાત
News of Monday, 21st June 2021

ટેમ્પો અથડાવી ગૌરક્ષકના મોતમાં નિમિત્ત બનનાર ૧૦ આરોપીઓ ગણત્રીની કલાકોમાં ઝડપાઇ ગયા

મહારાષ્ટ્રથી ગુજરાત સુધી ગૌમાતાના ખરીદ વેચાણની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવીઃ સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન અને વલસાડ એસપી રાજદીપ સિહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી, એલસીબી સહિત ટીમને મોટી સફળતા મળી : ૧૦ ગાય અને એક બળદને છોડાવવા માટે હાર્દિકભાઈ ટીમ દ્વારા પીછો કરવા સાથે ટેમ્પો આગળ વધતા જાનના જોખમે રોડ બ્લોક કરવાની કોશિષ કરતા આરોપીઓ દ્વારા પૂરઝડપે ટેમ્પો અથડાવી ટેમ્પો છોડી નાસી ગયેલ, પીઆઇ વી.બી. બારડ તથા પીઆઇ વી.જી.ભરવાડ સ્ટાફની મહેનત રંગ લાવી

રાજકોટ, તા.૨૧: ગૌમાતાની જાનના જોખમે રક્ષા કરવા માટે મહારાષ્ટ્ર અને સાઉથ ગુજરાતના ચોક્કસ કસાયોના હાથમાંથી છોડાવવા માટે મોતને મુઠ્ઠીમાં રાખી તેનો પીછો કરનાર ગૌરક્ષની જીવ લેવા માટે નિમિત્ત્। બનેલ ઞૌ માતાની હેરફેર કરતી ગેંગને તાકીદે ઝડપી લેવા માટે સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન અને વલસાડ એસપી ડો.રાજદીપ સિહ ઝાલાની સૂચના મુજબ વલસાડ એલસીબી, એસ. ઓ.જી સહિતના કાફલાએ ગણત્રીની કલાકોમાં જ કુલ ૧૦ આરોપીઓને ઝડપી લીધાનું વલસાડ એસ. ઓ.જી. પીઆઇ વી.બી.બારડે અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપ્યું છે

 ઉકત બાબતે મૂળ રાજકોટના વતની એવા પીઆઇ વી.બી.બારડે અકિલા સાથેની વાતચીતમાં આખી દ્યટના અંગે ફોડ પડતા જણાવેલ કે,

બનાવની વિગત - તા.૧૭/૦૬/ર૦ર૧ ના રોજ રાતના સાડા દશેક વાગે ધરમપુર તાલુકાના બારસોલ ગામથી એક ટાટા ટેમ્પો નં. એમએચ-૦૪-એફડી-૨૭૧૪ માં ગાયો ભરી આ ટેમ્પો મહારાષ્ટ્ર તરફ જનાર છે તેવી માહિતી વાપીના ગૌરક્ષક રાજેશ હસ્તીમલ શાહે ધરમપુરના રહેવાસી ગૌરક્ષક હાર્દિકભાઇ કંસારાને મોબાઇલ ફોનથી જાણ કરેલ હતી આ માહિતી બાબતે હાર્દિકભાઇએ અન્ય ગૌરક્ષક વિમલભાઇ ભરવાડ તથા આકાશભાઇ જાની ને જાણ કરેલ આ સમય દરમ્યાન ક્રેટા ગાડીમાં રાજેશભાઇ શાહ તથા મહાવીરભાઇ જૈન પણ બારસોલ ગામે આવી ગયેલ હતા ત્યારે રાજેશભાઇએ હાર્દિકભાઇને ફોન કરી જણાવેલ કે, ઉપરોકત ટેમ્પો બારસોલથી ગાયો ભરી વલસાડ તરફ જઇ રહેલ છે તે માહિતી આધારે હાર્દિકભાઇ તથા અન્ય ગૌરક્ષકો ૯૦૧ ગાડીમાં બેસી ટેમ્પાનો પીછો કરેલ ત્યારે આ ટેમ્પો ધરમપુરથી જુજવા થઇ ધરમપુર ચાર રસ્તા વલસાડ તરફથી ડુંગરી તરફ ગયેલ ત્યારે પોલીસ કર્મચારીઓ સરકારી બોલેરો કાર તથા ગૌરક્ષકોએ ખાનગી વાહન સાથે પીછો કરેલ અને ઉપરોકત ટેમ્પો સોનવાડા ગામથી યુટર્ન મારી પરત વલસાડ તરફ વળી ગયેલ ત્યારે બાલાજી વેફર્સ કંપની સામેના રોડ પર શંકરતળાવ, બામખાડીના પુલ પાસે હાર્દિકભાઇએ પોતાની કાર આગળ કરી ટ્રાફીક બ્લોક કરાવી ટેમ્પો રોકવાની કોશિષ કરતા ટેમ્પા ચાલકે પુરઝડપે ટેમ્પો ચલાવી હાર્દિકભાઇને અડફેટે લેતાં તેમને ગંભીર ઇજાઓ થતાં હાર્દિકભાઇનું ઘટનાસ્થળે ખવશાન થયેલ હતું ખને ટેમ્પો યાલક ટેમ્પો છોડી નાસી ગયેલ હતો અને ટેમ્પામાંથી ૧૦ ગાય તથા ૧ બળદ મળી કુલ-૧૧ પશુઓ મળી આવેલ હતા આ બાબતે ડુંગરી પો.સ્ટે.માં ગુ.ર.નં.૧૧૨૦૦૦૧૯ર૧૦૯૫૪/ર૦ર૧ ઇ.પી.કો, કલમ.૩૦૪ તથા પશુ કુરતા અધિનિયમ તથા ગુજરાત આવશ્યક અને ઢોર નિયંત્રણ અધિનિયમ તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ ઇલેવન્થ એમેડમેન્ટ અધિનિયમનીઅલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.

પીઆઇ વી.બી.બારડે અકિલા સાથેની વાતચીતમાં વિવિધ કલમો તથા પોલીસ સ્ટાફની જહેમત બાદ કુલ ૧૦ શખ્શો ઝડપાયા હોવાનું અને તેમના નામ નીચે મુજબ હોવાનું જણાવેલ છે

(૧) અસગર ઉર્ફે માકીયા ૫/૦ અબ્દુલગફાર અન્સારી રહે.ભીવંડી ગણેશપુરી પો.સ્ટે, મહારાષ્ટ્ર ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે. (ર) જાવેદ મહંમદનબી શેખ રહે.ભીવંડી, મહારાષ્ટ્ર ઉમરગામ પો.સ્ટે.,, ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે. (૩) અનસાર ગુલામ શેખ રહે.અતુલ તા.જી.વલસાડ (૪) અલીમુરાદ ૫/૦ જમાલ આલીસર રહે.વાંકલ, ભેખલા ફળીયા, તા.જી.વલસાડ (૫) જમીલ ૫/૦ સલીમ શેખ રહે.ભીવંડી, મહારાષ્ટ્ર તલાસરી પો.સ્ટે., મહારાષ્ટ્ર ખાતે પશુની હેરાકેરીમાં પકડાયેલ છે. (૬) ખલીલ સલીમ શેખ રહે.ભીવંડી, મહારાષ્ટ્ર માનીકપુર પો.સ્ટે. વસઇ, મહારાષ્ટ્ર ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે. (૯) ધર્મેશ ઉર્ફે ફતા સમકભાઇ આહીર રહે.બારસોલ, પટેલ ફળીયા તા.ધરમપુર જી.વલસાડ (૮) કમલેશ રામાભાઇ આહીર રહે.બારસોલ, આહીર ફ. તા.ધરમપુર જી.વલસાડ (૯) જયેશભાઇ રવલાભાઇ આહીર રહે.બારસોલ તા.પરમપુર જી.વલસાડ (૧૦) હસન ૫/૦ નઝીર આલીસર રહે.વાંકલ, ભેખલા ફળીયા તા.જી.વલસાડ ઉમરગામ પો.સ્ટે.,, ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે.

આ કામગીરીમાં શ્રી વી.બી.બારડ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. વલસાડ, શ્રી

વી.જી.ભરવાડ, પોલીસ ઇન્સ્પેકટર વાપી જી.આઇ.ડી.સી., શ્રી સી.એચ.પનારા, ઇ.ચા. પો.ઇન્સ., એલ.સી.બી., શ્રી કે.જે.રાઠોડ, પો.સ.ઇ. એસ.ખો.જી., શ્રી કે.એમ.બેરીયા, પો.સ.ઇ. એલ.સી.બી., શ્રી એલ.જી.રાઠોડ, પો.સ.ઇ. એસ.ઓ.જી., શ્રી એ.જે.રાણા, પો.સ.ઇ. વલસાડ રૂરલ, શ્રી એ.કે.દેસાઇ, પો.સ.ઇ. ધરમપુર, શ્રી ડી.આર.ભાદરકા, પો.સ.ઇ. કપરાડા, શ્રી બી.એચ.રાઠોડ, પો.સ.ઇ. ભિલાડ, શ્રી જે.એસ.રાજપુત પો.સ.ઇ. ડુંગરી તથા તેઓની ટીમના પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા.

(1:54 pm IST)