ગુજરાત
News of Friday, 21st June 2019

હવે યાત્રાધામ વિકાસ બોર્ડ તમામ ધર્મના યાત્રાધામોનો વિકાસ કરશે હાઇકોર્ટમાં અરજી બાદ સોગંદનામું રજૂ કર્યું

માત્ર હિન્દુ ધાર્મિક સ્થળોના વિકાસ માટે જ કામગીરી કરાઈ હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ડમાં અરજી થઇ હતી

અમદાવાદ :ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ હવે તમામ ધર્મના યાત્રાધામોનો વિકાસ કરશે પવિત્ર યાત્રાધામોના વિકાસ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી જેના પગલે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં પવિત્ર યાત્રાધામ બોર્ડ હવે તમામ ધર્મોના મહત્વના ધાર્મિક સ્થળોના વિકાસ માટે કામગીરી કરશે એવું જણાવ્યું હતું

 

  મળતી માહિતી મુજબ ગુજરાતના પવિત્ર યાત્રાધામોના વિકાસ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી થઇ હતી. જેની સુનાવણી હાથ ધરાઈ હતી હાઇકોર્ટે યાત્રાધામ બોર્ડને ખુલાસો માંગ્યો હતો. ત્યારબાદ ગુજરા પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું.
  
સોગંદનામામાં યાત્રાધામ બોર્ડે જણાવ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ હવે તમામ ધર્મોના મહત્વના ધાર્મિક સ્થળોનો વિકાસની કામગીરી કરશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તમામ ધર્મના પવિત્ર યાત્રધામોના વિકાસ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે. માત્ર હિન્દુ ધર્મ નહીં પણ મુસ્લિમષ ખ્રિસ્તી, શીખ, પારસી લોકના પવિત્ર યાત્રાધામોનો પણ વિકાસ કરવાનું જણાવ્યું છે.

 

   અત્રે ઉલ્લેખનીય છે કે, પવિત્ર યાત્રાધામ બોર્ડ માત્ર હિન્દુ ધાર્મિક સ્થળોના વિકાસ માટે કામગીરી કરતું હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ડમાં અરજી કરવામાં આવી હતી

(9:57 pm IST)