ગુજરાત
News of Friday, 21st June 2019

પોલીસના કામના કલાકો સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો:રાજ્ય સરકાર સહીત પક્ષકારોને નોટિસ ફટકારી

-પોલીસની મુશ્કેલીઓના મુદ્દે જાહેરહીતની અરજીને ગંભીરતાથી લઇને સુઓમોટો ગણ્યો

 

અમદાવાદ ;રાજ્યમાં પોલીસની મુશ્કેલી સંદર્ભે થયેલી જાહેરહિતની અરજીને હાઇકોર્ટે  ગંભીરતાથી લઇને સુઓમોટો ગણ્યો હતો.અને કોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટીસ ફટકારી હતી.

 

   મળતી માહિતી મુજબ પોલીસ કર્માચરીઓના કામકાજના કલાકો, પોલીસ કર્મીઓની વર્કિંગ કન્ડિશન્સ, પોલીસબેડામાં સ્ટાફની અછત, ભરતી પ્રક્રિયા સહિતના તમામ મુદ્દાઓને લઇને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

જોકે, અરજી કોર્ટમાં આવ્યા બાદ કોર્ટે ગંભીરતા ગણીને સુઓમોટો અરજી ગણી હતી. અને જેના સંદર્ભમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટીસ પાઠવી હતી .

વધુ મળતી માહિતી પ્રમાણે અરજી ઉપર ચાર જુલાઇના રોજ વધુ સુનાવણી હાથધરવામાં આવશે.

(11:31 pm IST)