ગુજરાત
News of Friday, 21st June 2019

પીજીની યુવતી સાથે બિભત્સ હરકત કરનાર રિમાન્ડ ઉપર

નવરંગપુરાના પીજી હાઉસ છેડતી કેસમાં રિમાન્ડ : પોલીસની પાંચ દિવસના રિમાન્ડ માટેની માંગણીની સામે કોર્ટ દ્વારા ભાવિન શાહના બે દિનના રિમાન્ડ મંજૂર કરાયા

અમદાવાદ,તા. ૨૦ : નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા કમલનયન એપાર્ટમેન્ટ્સના ફ્લેટમાં પીજી હાઉસમાં મોડી રાત્રે ઘૂસીને યુવકે હોલમાં સુતેલી યુવતીની વિકૃતિભરી રીતે છેડતી કરવાના ચકચારભર્યા કેસમાં નવરંગપુરા પોલીસે આરોપી ભાવિન શાહને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કર્યાે હતો. જેની સુનાવણી બાદ મેટ્રો કોર્ટે આરોપી ભાવિન શાહના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા આરોપી ભાવિન શાહના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, આ કેસમાં આરોપી ભાવિન શાહની સાથે આ ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તેની તપાસ કરવાની છે. આરોપી કેટલા સમયથી અને અન્ય કેટલી યુવતીઓ કે મહિલાઓ સાથે આ પ્રકારની હરકત કરી ચૂકયો છે તે પણ જાણવાનું છે. આ સમગ્ર કેસમાં આરોપીને સાથે રાખીને તપાસ કરવાની હોવાથી કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. જો કે, કોર્ટે આરોપી ભાવિન શાહના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, તા.૧૪ જૂને           રાત્રે ૧૨થી ૧૨.૩૦ વાગ્યાની આસપાસ આરોપી યુવક કમલનયન સોસાયટીમાં આવ્યો હતો અને બી-૩માં ઉપર ગયો હતો. જ્યાં દરવાજો ખોલ્યો અને ત્યાં સૂતેલી વોર્ડન સાથે શારીરિક અડપલા કર્યા હતા. મોડી રાતે એક વાગ્યાની આસપાસ એક યુવક પીજી હાઉસનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો હતો. બદઈરાદે ઘરમાં ઘૂસેલા યુવકે દરવાજો ખુલ્લો જ રાખી બહાર હોલમાં સૂતેલી યુવતી સાથે છેડતી કરી હતી. મહિલા ન જાગતા તેની હિંમત ખુલી ગઈ હતી અને ત્યાં જ તેણે હસ્તમૈથુન કર્યું હતું. બાદમાં અંદર બે રૂમમાં જે ૧૯ યુવતીઓ સૂતી હતી ત્યાં ગયો હતો. જ્યાં એક યુવતી જાગતી હોવાથી તેને જોઈ ગઈ હતી. જેથી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતી. યુવતીએ તેનો પીછોપણ કર્યો હતો પરંતુ બાઈક પર તે નાસી ગયો હતો. જો કે, પોલીસે આખરે ગણતરીના કલાકોમાં તેને ઝડપી લીધો અને આજે કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા.

(9:51 pm IST)