ગુજરાત
News of Thursday, 21st June 2018

વડગામના બાવળચુંડી ગામે દલિત કિશોરે ફેસબુકમાં નામ પાછળ સિંહ લખતા હુમલો

ગામના છ જેટલા શખ્સોએ અપહરણ કરીને ઢોર માર માર્યો કિશોરને ગુપ્ત ભાગે પણ લાતો ફટકારાઇ

બનાસકાંઠાના વડગામનાં બાવળચૂડી ગામમાં દલિત કિશોરને ઢોર માર મરાયો હતો આ અંગે દલિત કિશોરે તેના પિતાને ખુલાસો કર્યો હતો કે તેણે ફેસબુક પર તેના નામ પાછળ 'સિંહ' લખ્યું હતું.જેથી કેટલાક લોકો સાથે તકરાર થઇ હતી બાદમાં ગામના છ જેટલા લોકોએ આ કિશોરનું અપહરણ કર્યું હતું અને તેને ઢોર માર માર્યો હતો.

  કિશોરને ગુપ્ત ભાગે પણ લાતો મારવામાં આવી હતી. જેથી કિશોરને ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કિશોરને સારવાર માટે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે છ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

(8:02 pm IST)