ગુજરાત
News of Thursday, 21st June 2018

અંકલેશ્વરમાં શંકાસ્પદ ટાયર અને ડિસ ભરીને જતી મારૂતીવાન સાથે બે શખ્સોની અટકાયત

અંકલેશ્વર શહેર પોલીસે મહાવીર ટર્નીંગ પાસેથી શંકાસ્પદ ટાયર અને ડીસ ભરીને જતી મારૂતીવાન સાથે બે શખ્શોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

  પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ પાસે શહેર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન મારૂતીવાન નંબર જી,જે 5 એઆર 4686 ને શંકાના આધારે રોકી હતી. જેની અંદર તલાસી લેતા ટાયર અને વ્હિલની ડીસો મળી આવી હતી

  વાનમાં સવાર અંકલેશ્વરના તેજરામ પ્રજાપતિ અને બારડોલીના નેમારામ રબારીને ટાયર અને વ્હિલની ડીસ અંગે પૂછપરછ કરી હતી.પરંતુ  તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની અટકાયત કરી હતી. પોલીસે ટાયર અને ડીસ તેમજ મારૂતીવાન મળી કુલ રૂપિયા 42 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:26 pm IST)