ગુજરાત
News of Tuesday, 21st May 2019

હવે વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરે ગોડસેને ગણાવ્યા રાષ્ટ્રભક્ત: સોશિયલ મીડિયા પોસ્ટે ખળભળાટ મચાવ્યો

ગોરવાના ભાજપના પૂર્વ કોર્પોરેટર દિલીપ નેપાલીએ સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરી

વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરએ સોશિયલ મીડિયા પોસ્ટમાં નાથુરામ ગોડસેને રાષ્ટ્રભક્ત ગણાવ્યા છે. આ પોસ્ટને લઇને ભારે વિવાદ સર્જાયો છે અને રાજકીય મોરચે ચર્ચા સાથે ગરમાવો જોવા મળી રહ્યો છે.
  આ અંગે મળતી વિગત મુજબ વડોદરાના ગોરવા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટર દિલીપ નેપાલીએ સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરી છે. તેમણે નાથુરામ ગોડસેને રાષ્ટ્રભક્ત ગણાવ્યા છે. સાથે નાથુરામ ગોડસેને જન્મદિવસ નિમિતે નમન કર્યા છે. આ વિવાદાસ્પદ પોસ્ટે ચર્ચા જગાડી છે.
   અત્રે ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના ભક્તોનો વિવાદ ગુજરાતમાં જોવા મળ્યો છે. સુરતમાં નાથુરામ ગોડસેનો જન્મ દિવસ ઉજવવાની ઘટના સામે આવી હતી.આ મામલે 6 લોકોની અટકાયત કરવાામાં આવી છે

(9:34 pm IST)