ગુજરાત
News of Tuesday, 21st May 2019

સુરતના પલસાણાના માખિંગા ગામમાં આબાંવાડીની રખેવાળી કરતા ચોકીદારની હત્યા :બે લાખથી વધુની કેરીની લૂંટી ફરાર

લૂંટારુઓ ખેતરમાં ધુસીને ચોકીદાર સુરેન્દ્રની હત્યા કરીને તેને શેરડીના ખેતરમાં ફેંકી દીધો

સુરતના પલસાણા તાલુકાના માખીંગા ગામમાં આબાવાડીની રખેવાળી કરતા ચોકીદારની ઘાતકી હત્યા નિપજાવી લૂંટારુઓ બે લાખથી વધુની કેરીઓ ઉપાડી ફરાર થતા સનસનાટી મચી જવા પામી છે ચોકીદાર સુરેન્દ્રનો મૃતદેહ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો છે

  હત્યારા આંબાવાડીમાંથી ઉતારેલી 2 લાખથી વધુની કેરીની લૂંટ પણ કરી ગયા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. આ અંગે પોલીસ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

  આ અંગેની વિગત મુજબ પલસાણા તાલુકાના માખીંગા ગામમાં આંબાવાડીની સુરેન્દ્ર નામનો વ્યક્તિ ચોકીદારી કરતો હતો. સુરેન્દ્ર રાત્રે આંબાવાડીની રખેવાણી કરતો હતો ત્યારે કેટલાક લૂંટારુઓ ખેતરમાં આવ્યા હતા અને સુરેન્દ્રની હત્યા કરીને તેને શેરડીના ખેતરમાં ફેંકી દીધો હતો.

(9:22 pm IST)