ગુજરાત
News of Tuesday, 21st May 2019

અમદાવાદની નવનિર્મિત સીટી સેશન્સ કોર્ટમાંથી 64 નળની ચોરી :આરોપીની ધરપકડ :ભંગારમાં વેચી દીધાની કબૂલાત

નશાનો સમાન ખરીદવા નળની ચોરી કરી :કોર્ટમાં ચોરી કરવાના ઇરાદે જ આવતો

અમદાવાદની નવનિર્મિત કોર્ટમાંથી આશરે ૧૩ હજારની કિંમતના 60થી વધુ નળની ચોરી કરનાર શખ્શની પોલીસે ધરપકડ કરી છે ચોરીના નળ કોને વેચ્યા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

  અંગે મળતી વિગત મુજબ રાણીપ ખાતે રહેતો મનુભાઈ દંતાણી ભદ્ર કોર્ટ એટલે કે નવનિર્મિત સિટી સેશન્સ કોર્ટમાંથી નળની ચોરી કરતા ઝડપાઇ ગયો. આરોપીએ 64 નળની ચોરી કર્યા બાદ વેચી દીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ આશરે 12 હજાર 800ની કિંમતના નળ ચોરી કર્યા હતા, અને તે નળ ભંગારમાં વેચી દીધા હોવાનું કબૂલાત કરી છે.
   આરોપી મનુ દંતાણીની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે, મનુભાઈ છેલ્લા ઘણા સમયથી બેકાર છે. અને પોતાની પોતે નશાના બંધાણી હોવાથી નશા નો સામાન ખરીદવા માટે નળ ચોરી કર્યા હતા. ઉપરાંત આરોપી કોર્ટમાં માત્ર ચોરી કરવાના ઇરાદે આવતો હોવાની કબુલાત આપી છે. પરંતુ કોર્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપીની હરકત કેદ થઈ ગઈ અને આખરે તેને જેલના સળિયા પાછળ જવાનો વખત આવ્યો.હતો 

(9:16 pm IST)