ગુજરાત
News of Tuesday, 21st May 2019

ખેડાના ઠાસરામાં પરણિતા ગૂમ થવાના મામલે હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ : પોલીસ સહીત પક્ષકારોને નોટીસ

માતા પિતાને સંજય રાઠોડનો ફોન આવ્યાથી અપહરણથી શંકા :ફરિયાદ નોંધાવ્યાની બે મહિના વીત્યા બાદ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

ખેડા જીલ્લાના ઠાસરા ગામે માતાપિતાના ઘરેથી પરણિતાના ગુમ થવાને મામલે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરાઈ છે જે અંગે જસ્ટિસ ઉમેશ ત્રિવેદીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા કોર્ટે અરજદાર પક્ષની દલીલોને સાંભળીને ઠાસરા પોલીસ સ્ટેશનના પીઆઇ તેમજ તમામ પક્સકારોને નોટીસ ઈસ્યુ કરી છે.
   આ કેસમાં ૧૭ વર્ષની સગીરાને સંજય રાઠોડ નામનો રોમિયો હેરાન પરેશાન કરતો હતો.સંજયના વારંવાર સગીરાને હેરાન પરેશાન કરવાને કારણે સગીરાના માતાપિતાએ તેના લગ્ન બીજા ગામના પુરુષ સાથે કરાવ્યા હતા. અને લગ્નના બે મહિના બાદ જયારે સગીરા પોતાના પિયરે આવી હતી. ત્યારે તે અચાનક જ ઘરેથી ગુમ થઇ ગઈ હતી. પોતાની દીકરી ગુમ થઇ જતા તેના માતા પિતાએ ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

  જોકે ફરિયાદ લખાયાને બે મહિના વીતી ગયા હોવા છતાં પણ પોતાની દીકરીનો કોઈ અતોપતો ન મળ્યો, અને તે દરમ્યાન રોમીયો સંજય રાઠોડનો યુવતીના પરીવારજનો પર ફોન આવ્યો હતો કે તેની સામે અગાઉ દાખલ થયેલી એફઆઈઆર પાછી ખેચવામાં આવશે તો યુવતી ઘરે પહોચી જશે. આ ફોન પરથી માતા પિતાની સંજય રાઠોડે તેનુ અપહરણ કર્યુ હોય તેવી શંકા મજબુત બની અને આખરે માતા પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરાવી છે. જેમાં આજે હાઇકોર્ટે ઠાસરા પો.સ્ટેના પીઆઇ તેમજ આ કેસના તમામ પક્ષકારોને નોટીસ ઈસ્યુ કરી વઘુ સુનાવણી પખવાડીયા બાદ નિયત કરી છે.

   પીડીત પરીવારના વકીલ રોહીત પટેલે જણાવ્યુ કે, યુવતી સગર્ભા થઈ એટલે મળવા પોતાને ઘેર આવી, 2 દિવસ રોકોઈ અને ત્યારબાદ ગુમ થઈ એટલે પરીવારને શંકા છે કે તેને સંજય જ ઉપાડી ગયો છે અને તે સમયમાં સંજયનો તેની એફઆઈઆર પરત ખેચવા ફોન આવ્યા બાદ લાગે છે કે જો પોલીસ એક્શનમાં નહી આવે તો છોકરીનો જીવ જોખમમાં છે. એટલા માટે હેબીયર્સ કોપર્સ દાખલ કરવાની ફરજ પડી. હાઈકોર્ટે પોલીસ સહીત તમામ ને નોટીસ કાઢી છે.

(8:54 pm IST)