ગુજરાત
News of Tuesday, 21st May 2019

અદ્દભૂત ઠંડકનો પ્રયોગ! : અમદાવાદની મહિલાએ પોતાની કાર પર ગાયના છાણનું લીપણ કર્યું :દેશભરમાં જાગી ચર્ચા

આ દેશી જુગાડ સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાયરલ થઇ રહ્યો છે

અમદાવાદ :રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે, અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે અમદાવાદમાં રહેલી એક મહિલાઓ ગરમીથી બચાવવા પોતાની કારને ગાયના છાણથી લીંપણ કર્યું છે અમદાવાદની મહિલાનો આ દેશી જુગાડ સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાયરલ થઇ રહ્યો છે.
     મળતી વિગત મુજબ સેજલ શાહ નામની મહિલાએ તેમની આ અનોખી ટોયોટા કારનો ફોટો ફેસબુકમાં પોસ્ટ કર્યો હતો. જેમાં કારના ગ્લાસ સિવાય બાકીના બધા ભાગ પર ગાયના છાણનું લીપણ કરેલું છે.

  રૂપેશ ગૌરાંગ દાસે આ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, મેં અત્યાર સુધી ગાયનાં છાણનો આ પ્રકારનો ઉપયોગ ક્યારેય નથી જોયો. આ ફોટો અમદાવાદનો છે, જ્યાં 45 ડિગ્રી ગરમીના ટેમ્પરેચરથી પોતાની કારને બચાવવા માટે મિસિસ સેજલ શાહે તેની પર ગાયનાં છાણનું પ્લાસ્ટર કરી દીધું છે. ખૂબ જ અદ્દભૂત ઠંડકનો પ્રયોગ!

(8:45 pm IST)