ગુજરાત
News of Tuesday, 21st May 2019

વિસનગરની કેનાલો ક્ચરાઈ ભરાઈ જતા તંત્રદ્વારા પ્રિ મોનસુનની તૈયારી શરૂ

વિસનગર:ભારે વરસાદથી પાણી ન ભરાય અને પુર હોનારત ન થાય તે માટે તંત્ર દ્વારા પ્રિ મોન્સુન કામગીરી કરવામાં આવે છે. અધિકારીઓની હાજરીમાં પ્રિ મોન્સુન પ્લાનિંગની મિટીંગો મળી છે ત્યાર ેવિસનગર પાલિકા તંત્ર ઉંઘતું રહેતા શહેરની મોટાભાગની કેનાલો કચરાથી છલોછલ જોવા મળી રહી છે. આ વર્ષે ચોમાસાની શરૃઆત દર વર્ષ કરતાં વહેલી થવાની શક્યતા છે. ચોમાસામાં ભારે વરસાદમાં પાણી ભરાવવાથી નુકસાન ન થાય તે માટે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે ત્યારે વિસનગર પાલિકા દ્વારા સમય કરતા વહેલી કેનાલ સફાઈની જે કામગીરી કરવામાં આવી છે તે દેખાવ પુરતી જ કરવામાં આવી હોય તેવું જમાય છે. એમ. એન. કોલેજ રોડ ઉપર મુસ્લીમ બોર્ડીંગના વરંડાને અડીને વરસાદી પાણીની કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં અત્યારે પાણીની નહીં પરંતુ માટી તથા પ્લાસ્ટિક કચરાથી ભરાયેલી છે. કેનાલ કચરાથી બ્લોક થઈ ગઈ છે. જે હજુ સુધી સાફ કરવામાં આવી નથી. એમ. એન. કોલેજ ગેટ આગળ વરસાદી પાણીનો નિકાલ આ કેનાલ મારફતે થાય છે. કેનાલની સફાઈ નહીં થતાં ચોમાસામાં આ વિસ્તાર જળબંબાકાર થાય તેમ છે.

(5:38 pm IST)