ગુજરાત
News of Tuesday, 21st May 2019

અમદાવાદમાંથી મનપાએ 227 કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો

અમદાવાદશહેરમાં તા.૧૯ મે સુધીના એક અઠવાડીયાના સમયગાળામાં જાહેરમાં ગંદકી, ન્યુસન્સ કરતા તેમજ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો વપરાશ કરનારા કુલ ૨,૪૦૫ લોકોને દંડવામાં આવ્યા છે. જેઓની પાસેથી ૧૨.૪૩ લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. જાહેરમાં થૂંકનારા ૨૪૯ લોકોને દંડવામાં આવ્યા છે. તેમજ જાહેરમાં લઘુશંકા કરનારા કુલ ૧૪૬ લોકોને ઝડપીને તેઓની પાસેથી પણ દંડની વસુલાત કરાઇ છે. શહેરમાંથી ૨૨૭ કિ.ગ્રામ જેટલો પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો હતો. મેગાસીટી અમદાવાદને સ્વચ્છ અને સુંદર બનાવવાની દિશામાં મોટાપાયે અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે હવે જાહેરમાં થૂંકવા બદલ પણ ઇ-મેમો ફટકારીને દંડાત્મક કાર્યવાહી કરવાની શરૂઆત કરાઇ છે. જેમાં શહેરમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૯૪ લોકો જાહેરમાં થૂંકતા ઝડપાયા હતા.

(5:37 pm IST)