ગુજરાત
News of Tuesday, 21st May 2019

સાવલી તાલુકામાં કંપનીમાંથી 10 લાખની ઉચાપત કરનાર ત્રણ સિક્યુરિટી ગાર્ડ સહીત ચાર શખ્સો પોલીસના સકંજામાં

સાવલી:તાલુકામાં આવેલી એક કંપનીમાંથી દસ લાખ રૂપિયાની મત્તા ચોરી કરનાર ત્રણ સિક્યુરિટી ગાર્ડ સહિત ચાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. 

સાવલી તાલુકાના ઉત્તમનગર ગામે સોફ્ટી એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાંથી આઠ માસ પહેલા એલ્યુમિનિયમ તેમજ એસએસના સ્પેરપાર્ટ ભરેલી આશરે દસ લાખના મતાના બોક્સની ચોરી થઈ હતી. આ અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

(5:35 pm IST)