ગુજરાત
News of Tuesday, 21st May 2019

વડોદરા: ઓવરબ્રિજ નીચે રહસ્યમય સંજોગોમાં મહિલા આગની ઝપેટમાં આવી: ભેદી સંજોગોમાં મોત

વડોદરા:શહેરના હરિનગર ઓવરબ્રિજ નીચે રહસ્યમય સંજોગોમાં એક મહિલા આગની લપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી જતાં તેનું મોત નીપજ્યું હતું.જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર આવી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.

વડોદરા શહેરના ગોત્રી હરિનગર ઓવરબ્રિજ નીચે આજે સવારમાં સમય કચરાના ઢગલામાં આગ લાગવાની હતી.બનાવને લઇને સ્થાનિકોએ આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. ઢગલા ની બાજુમાં સુધી શ્રમજીવી મહિલા આગની લપેટમાં આવી ગઈ હતી. ગંભીર રીતે દાઝી જતા સ્થાનિક લોકોએ મહિલાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા મહિલા નું આખું શરીર આગમાં હોમાઇ ગયું હતું.દાઝેલી મહિલાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

(5:35 pm IST)