ગુજરાત
News of Tuesday, 21st May 2019

વાપીના ઉમરગામમાં જેલમાંથી કેદીઓ લોખંડની ગ્રીલ તોડી ફરાર થઇ જતા તંત્ર દોડતું થયું

વાપી:ઉમરગામ ખાતે આવેલી સબજેલમાં ચોરીના ગુનામાં સજા ભોગવી રહેલા બે આરોપીઓ પોલીસને ચકમો આપી ભાગી જતા ચકચાર મચી ગઇ છે. સોમવારે સવારે બેરકમાંથી સફાઇ કરવા બહાર નીકળેલા બંને આરોપી લોખંડની ગ્રીલ તોડી ફરાર થઇ જતાં પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરગામની સબજેલમાં ચોરીના ગુનામાં પકડાયેલા બે આરોપી રિયાઝ સાબીર મોલી (રહે,પિપરીયા,સેલવાસ) અને વિનય ઉર્ફે કસ ઉર્ફે નિખિલ રતનેશ્વર ડોલેપ (રહે.પ્રગતિનગર,ગાંધીવાડી, ઉમરગામ) કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા હતા. 

(5:34 pm IST)