ગુજરાત
News of Tuesday, 21st May 2019

સુરતમાં ઉતરાણ બ્રિજ નજીક ચાલુ ટ્રેનમાંથી રહસ્યમય સંજોગોમાં યુવાને તાપી નદીમાં ઝંપલાવ્યું

સુરત:રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવતને સાર્થક કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. ગઈકાલે રાત્રે ઉતરાણ બ્રિજ પાસે ચાલુ ટ્રેનમાંથી રહસ્યમય સંજોગોમાં યુવાન સીધો જ તાપી નદીમાં પડયો હતો. યુવક રાતથી સવાર સુધી તાપી નદીના પાણીમાં જ પડી રહ્યો હતો, જોકે તેનું આખું શરીર છીછરા કાદવવાળા પાણીમાં ડૂબેલું હતું જયારે ફક્ત માથું જ બહાર હોવાથી તેનો જીવ બચી ગયો છે.  હાલમાં તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

સ્મીમેર હોસ્પિટલ અને ફાયર સૂત્રો પાસેથી મળતી માહિતી આજે વહેલી સવારે ઉતરાણ રેલ્વે બ્રિજ નીચે તાપી નદીના પાણીમાંથી એક યુવાનનું પાણીમાં માત્ર માથું દેખાતું હતું.  અને ધડ કાદવ અને પાણીમાં ફસાયેલું હતું. કોઇ વ્યક્તિએ કોલ કરતા ફાયર ઓફિસર વિજયકાન્ત તિવારી અને લાશ્કરો ત્યાં પહોંચી ગયા હતા. અને યુવકને બહાર કાઢીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેરમાં ખસેડયો હતો.

(5:34 pm IST)