ગુજરાત
News of Tuesday, 21st May 2019

કઠલાલના અરાલની સીમ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનું ઘટનાસ્થળેજ મોત: એકને ગંભીર ઇજા

કઠલાલ: તાલુકાના અરાલ સીમમાંથી પુરપાટ ઝડપે પસાર થતાં આઈશરના ચાલકે રોડની સાઈડ પર ચાલતાં રાહદારીને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે નડિયાદમાં રીક્ષા-કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રીક્ષાચાલકને ઈજા પહોંચી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના મોદજમાં રહેતાં સુરેશકુમાર ફુલસિંહ ચૌહાણ (ઉં.વ ૩૩) ગતરોજ કઠલાલ તાલુકાના અરાલ ગામમાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા પત્નિ સાથે ગયાં હતાં. પત્નિનું પિયર અરાલ ગામમાં જ આવેલું હોઈ લગ્નપ્રસંગમાં હાજરી આપી બપોરના સમયે તેઓ ચાલતા ચાલતાં પત્નિના પિયરમાં જઈ રહ્યાં હતાં. તે દરમિયાન અરાલ ગામની સીમમાં પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ આઈશર નં જીજે ૦૭ વીડબલ્યુ ૭૭૪૮ ના ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક હંકારી રોડની સાઈડ પર ચાલતાં જતાં સુરેશકુમાર ચૌહાણને અડફેટે લીધાં હતાં. અકસ્માત બાદ ચાલક પોતાની આઈશર ઘટનાસ્થળે મુકી નાસી છુટ્યો હતો. આઈશરની ટક્કર વાગવાથી સુરેશકુમાર ગંભીર ઈજાગ્રસ્ત બન્યાં હતાં. જે બાદ આસપાસ એકત્રિત થયેલ લોકો દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી લેવામાં આવી હતી. 

(5:30 pm IST)