ગુજરાત
News of Tuesday, 21st May 2019

અમદાવાદના રામદેવનગર ટેકરી વિસ્‍તારમાં નશાના પદાર્થોનું સેવન-વેંચાણના દુષણને ડામવા પોલીસ અને સદવિચાર સામાજીક સંસ્‍થા દ્વારા અભિયાન

અમદાવાદ: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના રામદેવનગર ટેકર પર નશાના પદાર્થોનું સેવન અને વેચાણ થઇ રહ્યાની ફરિયાદ ઉઠી છે. ત્યારે સેટેલાઇટ પોલીસ અને સદવિચાર સામાજિક સંસ્થાએ રામદેવનગરની વસાહતમાં લોકોના ઘરે ઘરે જઈને લોકોને સમજાવ્યા હતા.

નશાના પદાર્થનું સેવન કરવું અને વેચાણ કરવા સમજાવ્યા હતા. સાથે સિવાય અન્ય કોઈ જગ્યા પરથી આજીવીકા મળેએ માટેના પ્રયાસ કરવા અપીલ કરી હતી. વસાહતના લોકોમાં જાગૃતિ આવેએ માટે પોલીસ અને સામાજિક સંસ્થા લોકોએ બેનરમાં શું વાક્યો લખી આખા વસાહતમાં ફર્યા હતા.

સેટેલાઈટ પોલીસ દારૂની વેચાણ કરતી મહિલાઓ અને સેવન કરી રહેલ લોકોને લઇને સદવિચાર પરિવાર અને સેટેલાઇટ પોલીસે સમજાવાનો પ્રયાસ કર્યો. મહિલા પીઆઇ દ્વારા મહિલાઓને કાર્ય બંધ કરવા માટે પ્રેરિત કરવામાં આવી હતી. વસાહતના લોકોમાં જાગૃતિ આવેએ માટે પોલીસ અને સામાજિક સંસ્થા લોકોએ બેનરોનો ઉપયોગ કર્યો હતો.

(4:38 pm IST)