ગુજરાત
News of Tuesday, 21st May 2019

આવો ભાજપનો રાષ્‍ટ્રવાદ? ભાજપ અને એના સહયોગીઓ ગાંધીજી વિરૂધ્‍ધ ઝેર કેમ ઓકે છે?

ગોડસેને રાષ્‍ટ્રભકત કહેનારાને ડો. મનીષ દોશીનો સવાલ

અમદાવાદ, તા., ૨૧: એકઝીટ પોલમાં મોદી સરકાર આવી રહયાના દાવા થઇ રહયા છે ત્‍યાં તો સુરતમાં મહાત્‍મા ગાંધીની હત્‍યા કરનાર ગોડસેના જન્‍મ દિવસની ઉજવણીની દુર્ભાગ્‍યપુર્ણ ઘટના બને. ભાજપ સરકાર સમગ્ર ઘટનાના ઢાક પીછોડા કરે, પગલા ન ભરે, તે શું દર્શાવે છે? મહાત્‍મા ગાંધીની વિચારસરણીને હટાવીને ગોડસેની વિચારસરણી થોપવાની સુનિયોજીત કાવતરા અંગે આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના મુખ્‍ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે મોદી સરકારે ભારતની સ્‍વતંત્રતા સેનાનીઓ અને ઇતિહાસ પુરૂષોની સામે એક યુધ્‍ધ શરૂ કર્યુ હોય તેમ એક પછી એક રોજ નવા ચહેરા બનાવીને એક મોદી અનુયાયી આવે છે.

ભાજપ પ્રચારમાં ગાંધી અને વિચારોમાં ગોડસેવાદી વિચાર ધરાવે છે. ગોડસે ૧૯૪૮માં મહાત્‍મા ગાંધીજીની હત્‍યા કરી હતી. પરંતુ ર૦૧૪ થી ર૦૧૯ સુધી  કટ્ટર સમર્થકો અને અનુયાયીઓએ ગોડસેને રાષ્‍ટ્રભકત કહી ભારતના આત્‍માની ઘણીવાર ખુન કર્યુ છે. કયારેય સાક્ષી મહારાજ, કયારેક પ્રજ્ઞા ઠાકુર તો કયારેક હેગડે દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવી છે. સાક્ષી મહારાજ માટે તો ફરી ભાજપના લોકસભાના ટીકીટ આપી કેમ કે તેમણે ગોડસેનું મહિમામંડન કર્યુ હતું.

સરકારના મંત્રી અનંતકુમાર હેગડેએ ગોડસેની વકાલત કરી પ્રજ્ઞા ઠાકુરે ભાજપની ગોડસે વિચારધારાની સાબીતી આપી. ભાજપના મધ્‍યપ્રદેશના મીડીયા પ્રભારી અનિલ સૌમિત્ર બધી હદ પાર કરી કહયું કે મહાત્‍મા ગાંધીજી પાકિસ્‍તાનના રાષ્‍ટ્રપતિ છે દેશ હવે જાણે છે કે ભાજપ અને તેમની ભગીની સંસ્‍થાઓ પહેલા રાષ્‍ટ્રપુરૂષો અને મહાત્‍મા ગાંધી વિરૂધ્‍ધ સતત ઝેર ઓકવાનું, અપમાનજનક ભાષા બોલવાની અને પાછળથી આ પ્રકારના  નિવેદનોથી છેડો  ફાડવાની ભાજપની નીતી રહી છે. સમગ્ર દેશ ભાજપની કરની-કથની, ચાલ-ચલન-ચરીત્ર અને ચહેરો દેશ સમક્ષ ખુલ્લો પડી ગયો છે. ભાજપ અને તેની ભગીની સંસ્‍થાઓ મગરના આંસુ પાડવાનું બંધ કરે તેમ ડો. મનીષ દોશી જણાવે છે.

(3:58 pm IST)