ગુજરાત
News of Tuesday, 21st May 2019

કાલથી સુરતને બે દિવસ પાણીકાપ : સપ્લાઈ લાઈન બદલવાના કારણે બે દિ કેટલાય વિસ્તારમાં પાણીકાપ

લાલદરવાજા, રામપુરા, મહિધરપુરા, શાહપોર, નાણઆંવટ, મુગલીસરામાં બે દિવસ માટે પાણી કાપ

સુરતઃ ઉનાળાની શરૂઆતથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થયો છે  ઠેરઠેર પાણી કાપ પણ લાગ્યો છે ત્યારે સુરતમાં પણ આગામી 22 અને 23 મે એમ બે દિવસ માટે સુરતને પાણી નહીં મળે.

મળતી માહિતી પ્રમાણે કોટ વિસ્તારમાં બે દિવસ પાણી નહીં મળે. સરથાણામાં આવેલા વોટર વર્કસમાં પાણીની સપ્લાઇ લાઇન બદલવાના પગલે બે દિવસ પાણી કાપ રહેનારો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે પાણીની પાઇપ સમારકામ થવાના પગલે કોટ વિસ્તરામાં આવેલા લાલદરવાજા, રામપુરા, મહિધરપુરા, શાહપોર, નાણઆંવટ, મુગલીસરામાં બે દિવસ માટે પાણી કાપ થનાર છે.

(3:56 pm IST)