ગુજરાત
News of Tuesday, 21st May 2019

વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ડાયમંડ નગરી સુરત ટોચના સ્થાને : રાજકોટ સાતમા ક્રમે

2035 સુધી સુરત શહેરનો જીડીપી ગ્રોથ રેટ 9.2 ટકા રહેવનો અંદાજ

અમદાવાદ :વિશ્વના સૌથી ઝડપતી વિકસી રહેલા શહેરોમાં ફરી એક વાર સુરત ટોચના સ્થાને આવ્યું છે ઑક્સફોર્ડ ઇકોનોમિક્સના સરવે મુજબ ગુજરાતના બે શહેરોએ વિશ્વના ટોપ 10 ઝડપથી વિકસી રહેલા શહેરોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ સરવેમાં સુરત પ્રથમ ક્રમાંકે અને રાજકોટ સાતમાં ક્રમાંકે છે.

   આ સરવે મુજબ વર્થ 2019થી 2035 સુધી સુરત શહેરનો જીડીપી ગ્રોથ રેટ 9.2 ટકા રહેવાનો અંદાજ છે. સુરતનો કાપડ અને ડાયમંડ ઉદ્યોગનો વિકાસ થઇ રહયો છે કાપડના વેપારીઓએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતુ કે ગ્રે, યાર્ન, પોલિસ્ટર સહીતના કાપડના એક્સપોર્ટનું હબ પણ સુરત બનશે. સુરત પોલિસ્ટરનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે.
   વેપારીઓએ જણાવ્યું કે સુરતમાં 100થી લઈને હજારો રૂપિયાની કિંમતની સાડી તૈયાર થઈ અને એક્સપોર્ટ થાય છે. બનારસ, કોલકાત્તાનો જે સાડી ઉદ્યોગ હતો તેની સમાંતર જ સુરતમાં પ્રોડક્શન થઈ રહ્યું હોવાથી પણ સુરતના કાપડ ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે.

(2:14 pm IST)