ગુજરાત
News of Tuesday, 21st May 2019

પીપલ ફોર એનીમલ હોસ્પિટલનું ભુમિપૂજન :

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પશુ પક્ષીઓની સુખાકારી માટે સેવારત પીપલ ફોર એનીમલ્સ સંસ્થા દ્વારા કલોલ શહેરની નજીક ઓળા મુકામે પશુ પક્ષીઓની વિનામુલ્યે સારવાર થાય તેવી એનીમલ હોસ્પિટલ નિર્માણનું કાર્ય હાથ ધરાતા તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી તેમજ સંસ્થાના સ્થાપક અને બાળ વિકાસ ખાતાના કેબીનેટ મંત્રી મેનકા ગાંધીની ઉપસ્થિતીમાં ભૂમી પૂજન કરાયુ હતુ. આ પ્રસંગે કુવાડવા બાલા હનુમાનજી આશ્રમના મહંતશ્રી દેવીજી, કલોલ કબીર મંદિરના મહંતશ્રી ગુરૂપદદાસ શાસ્ત્રીજી સહીત અનેક શ્રેષ્ઠીઓ અને જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:29 am IST)