ગુજરાત
News of Tuesday, 21st May 2019

હાર્દિકનો દાવો : ગુજરાતમાં કોંગ્રેસ ૮ થી ૧૦ સીટ જીતશે

૨૦૧૯ની ચૂંટણી સમયે ખેડૂતોની સમસ્યા, નોટબંધી, બેરોજગારી, ભ્રષ્ટાચાર આ બધા મુદ્દે લડાઇ હતી તેથી મારો વ્યકિતગત પોલ એ છે કે એનડીએની સરકાર નથી બની રહી

નવી દિલ્હી તા. ૨૧ : એકિઝટ પોલના તારણ બાદ પહેલી વખત હાર્દિક પટેલે પોતાનું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, હું આ એકિઝટ પોલના તારણને માનતો નથી. મારા એકિઝટ પોલ મુજબ દેશમાં યુપીએની જ સરકાર બની રહી છે.

હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સાત તબક્કાની ચૂંટણી પૂરી તયા બાદ કેટલીએ ન્યૂઝ ચેનલોએ એકિઝટ પોલ જાહેર કર્યો, જેમાં ભાજપને બહુમત મળી રહી છે. હું એવું નથી કહેતો કે ,એકિઝટ પોલ ખોટા હોય છે, પરંતુ ૩૦ વર્ષમાં ૨૦૧૪ સિવાય અત્યાર સુધીમાં તમામ એકિઝટ પોલ ખોટા સાબિત થયા છે. મારા એકિઝટ પોલ મુજબ યુપીએની સરકાર બની રહી છે.

હાર્દિકે એકિઝટ પોલ મુદ્દે પોતાનો વિચાર જણાવતા કહ્યું કે, ૨૦૧૯ની ચૂંટણી સમયે ખેડૂતોની સમસ્યા, નોટબંધી, બેરોજગારી, ભ્રષ્ટાચાર આ બધા મુદ્દે લડાઈ હતી, તેથી મારો વ્યકિતગત પોલ એ છે કે, એનડીએની સરકાર નથી બની રહી. ભારતીય જનતા પાર્ટી માત્ર ૧૬૦થી ૧૭૦ સીટો મેવી સમેચાઈ જશે, જયારે કોંગ્રેસ આ વખતે ૧૪૦દ્મક ૧૪૫ સીટો મળશે.

હાર્દિક પટેલે ગુજરાતની ૨૬ સીટો મુદ્દે એકિઝટ પોલના તારણ પર કહ્યું કે, મોટાભાગના સર્વેમાં ૪થી ૫ લાખ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ દેશ ઘણો મોટો છે, લગભગ ૫૦ કરોડ લોકો મતદાન કરે છે, ત્યારે મારૂ માનવું છે કે, ચાર પાંચ લોકો સર્વે કરે તે પરિણામ ન આવે. જો હું ગુજરાતની વાત કરૂ તો ગુજરાતમાં કોંગ્રેસને આઠથી દસ સીટો મળશે. ગુજરાતમાં કોંગ્રેસે સારૂ પ્રદર્શન કર્યું છે, રાજયની પ્રજાએ મોટી સંખ્યામાં કોંગ્રેસને મત આપ્યા છે. રાજયમાં પાણીની સમસ્યા, ખેડૂતો દુખી છે, બેરોજગારીનો પ્રશ્ન છે આ બધા મુદ્દે ભાજપાના વિરૂદ્ઘમાં કચકચાવીને મતદાન થયું છે.

હાર્દિકે કહ્યું કે અગામી સમયમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે, ગામડે ગામડે ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવામાં આવસે, પરિણામ આવી જવા દો કોંગ્રેસની સરકાર બનશે એટલે અમે જે નક્કી કર્યું છે ખેડૂતોને દેવા માફી, ગરીબોને ૭૨ હજાર આપવા, યુવાનોને રોજગારી આપવી તેના માટે કોંગ્રેસ તૈયાર છે.

(10:27 am IST)