ગુજરાત
News of Monday, 20th May 2019

મોડાસા :વરઘોડા અંગેની અદાવતમાં યુવક પર હુમલો :બામણવાડ ગામના છ વ્યક્તિ સહીત 15 લોકોના ટોળાએ માર માર્યાની ફરિયાદ

 

વરઘોડા મુદ્દે થયેલી અદાવત બાદ મોડાસામાં અનુસુચિત જાતિના યુવક પર ફરીએકવાર હુમલો થતા પોલીસે એટ્રોસિટીની ફરિયાદ નોંધી છે. મોડાસાના બામણવાડ ગામના વ્યક્તિઓના નામ સાથે 15ના ટોળાએ વરઘોડા બાબતની અદાવત રાખીને અનુસુચિત યુવક પર હુમલો કર્યો છે. યુવાને વરઘોડો ફળીમાં કેમ કાઢ્યો હતો તેમ કહીને ઢોર માર માર્યો હતો.   

(12:23 am IST)