ગુજરાત
News of Monday, 21st May 2018

વાલિયાના ભીલોડના બાઈક અડફેટે 80 વર્ષીય વૃઘ્ધનું મોત :બે ને ઇજા

 

વાલીયા તાલુકાનાં ભીલોડ ગામે રહેતા 80 વર્ષીય મોતી ગોમાન વસાવા ગઈ કાલે રવિવારની સાંજે ગામના પાટીયા પાસે રસ્તાની બાજુમાં ઊભા હતા.ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા બાઈક નંબર જીજે – 19, ક્યુ- 3152નાં ચાલકે મોતી વસાવાને ટક્કર મારી હતી. જેમાં વૃધ્ધને ગંભીર ઈજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક ઉપર જઈ રહેલા બે શખ્સોને પણ ઈજા પહોંરતાં સારવાર માટે વાલિયા ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે વાલીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાધ ધરી હતી.

(10:02 pm IST)