ગુજરાત
News of Monday, 21st May 2018

સોરિચ ફોઇલ્સ ઇકો ફ્રેન્ડલી, વધુ સુરક્ષિત પ્રોડક્ટ્સ લાવશે

ફાર્મા પેકેજીંગ ક્ષેત્રે કંપનીનો હાઇટેક પ્લાન્ટ બનશેઃ સોરિચ ફોઇલ્સ ૨૫ લાખ ઇક્વિટી શેરના પબ્લીક ઇશ્યુ સાથે બજારમાં પ્રવેશ કરશે : ભરણું ૨૪ મેના રોજ ખુલશે

અમદાવાદ,તા. ૨૧: વિવિધ પ્રકારના બ્લીસ્ટર માટે એલ્યુમિનિયમ ફોઇલ, સ્ટ્રીપ ફોઇલ, કોલ્ડ ફોર્મીંગ ફોઇલ, બ્લીસ્ટર માટે કોટેડ ગ્લાસીન પેપર, સ્ટ્રીપ પેક લેમીનેટેડ ગ્લાસીન પેપર, ચાઇલ્ડ રેઝીસ્ટન્ટ(સીઆર) ફોઇલ, એલ્યુમિનિયમ લીડ ફોઇલ, ટ્રીપલ લેમીનેટ અને ફલેક્સીબલ પેકેજીંગના ઉત્પાદન અને વેચાણમાં અગ્રણી કંપની સોરિચ ફોઇલ્સ લિમિટેડ હવે ફાર્મા પેકેજીંગ ક્ષેત્રે તેનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આગામી દિવસોમાં ઇકો ફ્રેન્ડલી સ્પેશ્યાલિટી પેપર અને પેપર પ્રોડક્ટસનું ઉત્પાદન કરવા અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ચાઇલ્ડ રેઝીસ્ટન્ટ પ્રોડક્ટને વિસ્તારવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટસ લઇને આવી રહી છે. આ સાથે જ સોરિચ ફોઇલ્સ લિમિટેડ ૨૫ લાખ ઇક્વિટી શેરના પબ્લીક ઇશ્યુ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. જે અંગેનું ભરણું તા.૨૪મી મેના રોજ ખુલશે અને તા.૨૮મી મેએ બંધ થશે. કંપની દ્વારા વલસાડ પાસે સરીગામ ખાતે ફાર્મા પેકેજીંગના અદ્યતન અને તમામ નોર્મ્સ પરિપૂર્ણ કરે તેવો રૂ.૧૦ કરોડના ખર્ચે હાઇટેક પ્લાન્ટ પણ તૈયાર થઇ રહ્યો છે એમ અત્રે સોરિચ ફોઇલ્સ લિમિટેડના એમડી અને પ્રમોટર ચંદ્રહાસ કોટીયને જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફાર્મા પેકેજીંગમાં ગ્રાહકોને વધુ ઉત્કૃષ્ટ અને અસરકારક પરિણામો આપવા માટે કંપની દ્વારા ચાંગોદરમાં અદ્યતન પ્રિન્ટીંગ મશીનની મદદથી મલ્ટીપલ પેકેજીંગ અને કલર્સની વિશેષ સેવા ઉમેરવામાં આવી છે. સોરિચ ફોઇલ્સ લિમિટેડના એમડી અને પ્રમોટર ચંદ્રહાસ કોટીયને જણાવ્યું હતું કે, સોરિચ નજીકના ભવિષ્યમાં ઇકો ફ્રેન્ડલી સ્પેશ્યાલિટી પેપર અને પેપર પ્રોડક્ટસનું ઉત્પાદન કરવા માટે ઇકોકોટ્સ પેપર પ્રોડક્ટસમાં ૭૬ ટકા ભાગીદારી ધરાવે છે. મોદી સરકારના સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ આ પ્રોજેક્ટ માટે પેટન્ટ રજિસ્ટ્રેશનની તજવીજ ચાલી રહી છે, જે એકાદ બે મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ છે. આ પ્રોજેકટ હેઠળ ઓજીઆર(ઓઇલ ગેસ રેઝીસ્ટન્ટ) કન્સેપ્ટ પર પેપરકપથી માંડી અનેકવિધ ઇકો ફ્રેન્ડલી પ્રોડકટ્સ ગ્રાહકોને ઉપલબ્ધ બનાવાશે. તેમણે ઉમેર્યું કે, તા.૨૪મી મેના રોજ કંપનીના આવી રહેલા પબ્લીક ઇશ્યુમાં પ્રતિ શેર ભાવ રૂ.૧૦ છે અને પ્રિમિયમ ભાવ રૂ.૬ છે. ઇશ્યુની કુલ કિંમત રૂ.૪૦૦ લાખ રહેશે એટલે કે, પબ્લીક ઇશ્યુ થકી રૂ.ચાર કરોડ ઉભા કરવામાં આવશે, જે નાણાંનો ઉપયોગ અસુરક્ષિત લોનની ચૂકવણી, કંપનીના આગામી પ્રોજેક્ટ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. ઇશ્યુમાંથી બે લાખ ઇક્વિટી શેર્સ એટલે કે, રૂ.૩૨ લાખ માર્કેટ મેકર્સના ભરણાં માટે અનામત રાખવામાં આવ્યા છે. એનએસઇ ઇમર્જમાં આ ઇશ્યુ ખુલશે અને તા.૨૮મી મેના રોજ તે બંધ થશે. સોરિચ હવે વર્લ્ડકલાસ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેના ફાર્મા પેકેજીંગ અને ઇકો ફ્રેન્ડલી પ્રોડ્કટસ આપવા તૈયાર છે. કારણ કે, આઇએસઓ ૯૦૦૧ઃ૨૦૧૫ પ્રમાણિત કંપની બીએસસીસી સર્ટિફિકેટ્સ પ્રા.લિ અને આવીએમ ઇન્સ્ટીટયુટ, જર્મની તરફથી કવોલિટી પ્રમાણપત્રો સાથે માન્યતા પ્રાપ્ત કરેલ છે. ઇશ્યુના એકમાત્ર લીડ મેનેજર સેફ્રોન કેપીટલ એડવાઇઝર્સ પ્રા.લિ છે અને સેફ્રોન ઇક્વિટી એડવાઇઝર્સ પ્રા.લિ ઇશ્યુના માર્કેટ મેકર છે. કંપનીનો વિશાળ અને અદ્યતન પ્લાન્ટ હાલ વલસાડ, ઉમરગાંવ ખાતે કાર્યરત છે અને સરીગામ ખાતે નવો હાઇટેક પ્લાન્ટ તૈયાર થઇ રહ્યો છે. કંપનીનો ગત વર્ષનો નફો રૂ.૭૦ લાખ જેટલો નોંધાયો હતો. આ પ્રસંગે સેફ્રોનના એમડી કે. શ્રીનિવાસન, વાઇસ પ્રેસીડેન્ટ અમિત વાગલે અને જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ જગદીશ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીની વિકાસગાથાની માહિતી પૂરી પાડી હતી.

(9:49 pm IST)