ગુજરાત
News of Monday, 21st May 2018

ગાયક ગુરૂ રંધાવાની ૨૬મી શહેરમાં લાઇવ કોન્સર્ટ કરશે

બન જા તુ મેરી રાની ગીત ગાઈને લોકપ્રિયતા મેળવીઃ કાંકરિયાના ધ એરેના ટ્રાન્સ્ટેડિયામાં ગુરૂ રંધાવા ધમાકેદાર પરફોર્મન્સ આપી પબ્લીકને મનોરંજન પુરૂ પાડવા તૈયાર

અમદાવાદ,તા. ૨૧:  બન જા તુ મેરી રાની..તેનુ મહેલ દિલા દુંગા.. ફેઇમ લોકપ્રિય બનેલા બોલીવુડના જાણીતા સીંગર ગુરૂ રંધાવા બોલીબૂમ અને ઈ સ્કવેર દ્વારા આયોજિત હાઇ રેટેડ ગબ્રુ ઇન્ડિયા-૨૦૧૮ ઇવેન્ટ અંતર્ગત આગામી તા.૨૬મી મે ના રોજ અમદાવાદ શહેરમાં કાંકરિયા વિસ્તારમાં ધ એરેના ટ્રાન્સ્ટેડિયા ખાતે લાઇવ કોન્સર્ટ માટે અમદાવાદની મુલાકાતે આપશે. આ લાઇવ કોન્સર્ટમાં લોકપ્રિય ગાયક ગુરૂ રંધાવા તેના સુપરડુપર હીટ ગીતો સાથે પોતાનું લાઈવ પરફોર્મન્સ આપશે અને પબ્લીકને ભરપૂર મનોરંજન પૂરું પાડશે. બૉલીવુડના જાણીતા અને યુવાઓમાં ખૂબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલા ગુરૂ રંધાવાને ૨૦૧૪માં બેસ્ટ મેલ ડેબ્યુ સીંગરનો એવોર્ડ મળ્યો હતો. દરમ્યાન ૨૦૧૬માં તેને પીટીસી મ્યુઝીક એવોર્ડ એનાયત કરાયો હતો. તો, બેસ્ટ ડયુઓ સોંગ માટે પણ તેને એવોર્ડથી સન્માનિત કરાયો હતો. ગુરૂ રંધાવાએ બન જા તુ મેરી રાની, યાર મોડ દો, ફેશન, લાહોર સહિતના અનેક ગીતોથી સંગીતની દુનિયામાં તેના ચાહકોનો ખૂબ મોટો વર્ગ ઉભો કરી દીધો હતો અને ખૂબ ટૂંકા ગાળામાં પ્રસિધ્ધિના શિખરો ચૂમતો થઇ ગયો હતો. દરમ્યાન બોલીબૂમ અને ઈ સ્કવેર દ્વારા આયોજિત હાઇ રેટેડ ગબ્રુ ઇન્ડિયા-૨૦૧૮ ઇવેન્ટ અંતર્ગત આગામી તા.૨૬મી મે ના રોજ અમદાવાદ શહેરમાં કાંકરિયા વિસ્તારમાં ધ એરેના ટ્રાન્સ્ટેડિયા ખાતે બોલીવુડ સીંગર ગુરૂ રંધાવાની લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં લાઇવ કોન્સર્ટ યોજાયા બાદ દેશના અન્ય નવ મોટા શહેરોમાં પણ રંધાવાની લાઇવ કોન્સર્ટ યોજાશે. જેને લઇને આયોજન ચાલી રહ્યા છે.

 

(9:49 pm IST)