ગુજરાત
News of Monday, 21st May 2018

વડોદરામાં RTE હેઠળ પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓના વાલીઓ અને કોંગ્રેસનો DEO કચેરીએ ભારે હોબાળો

બે હજાર વિધાર્થીઓને પ્રવેશ અપાયો નથી : સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર દેખાવ કર્યો

વડોદરાઃ શહેરમાં RTE હેઠળ પ્રવેશથી વંચિત વિધાર્થીઓના વાલીઓ અને કોંગ્રેસ દ્વારા DEO કચેરીએ ભારે હોબાળો મચાવ્યો હતો મોટી સંખ્યામાં વાલીઓએ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર દેખાવ કર્યો હતો. એવું કહેવાય છે કે વડોદરામાં RTE અંતર્ગત વડોદરાનાં બે હજાર વિધાર્થીઓને પ્રવેશ અપાયો નથી.

 વડોદરાની કેટલીક શાળાઓ RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે આનાકાની કરી રહી છે.કેટલાંક વાલીઓ શાળાએથી પરત ફર્યા હતા  તેઓને અંદર પ્રવેશ આપવામાં ન હોતો આવ્યો. જેથી DEO કચેરી ખાતે કેટલાંક વાલીઓ અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યાં હતાં અને DEO કચેરી ખાતે હોબાળો કરીને રજૂઆત કરવામાં આવી હતી કે DEO કચેરી આમાં મધ્યસ્થી કરે અને આવાં બાળકોને એડમીશન આપે.

(10:41 pm IST)