ગુજરાત
News of Monday, 21st May 2018

જળસંચય અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં લીકેજ બંધ કરાયા

પાણીના બગાડને અટકાવવા પાણી પુરવઠા વિભાગ દ્વારા પરિશ્રમ હાથ ધરાયો

ભરૂચ :સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના પાણી પુરવઠા વિભાગે જિલ્લા વ્યાભપી નેટવર્કમાં લીકેજીસને લીધે થઈ રહેલા પાણીના બગાડને અટકાવવા પરિશ્રમ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લાની મધ્યવબારા યોજના, નર્મદાબારા, નિકોરા, સમની, ઉત્તરબારા જૂથ યોજના, ચકલાદ જૂથ યોજના, પિલુદરા -કારેલી જૂથ યોજના, ગડખોલ – દઢાલ જૂથ યોજના, દક્ષિણબારા-૧-૨ જૂથ યોજના, રૂંઢ-રાજપારડી જૂથ યોજના કાર્યરત છે.

   જિલ્લાની પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનમાં ૭૮૮ જેટલા એરવાલ્વવ સ્થાપિત છે. જળસંચય અભિયાન હેઠળ પાણી પુરવઠા વિભાગની વિવિધ કચેરીઓ ધ્વારા ૧૪૬૬ કિ.મી. લંબાઇની પાઇપલાઇનનું નિરીક્ષણ અને લીકેજ થતાં વાલ્વના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે.

    ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં ૫૪૯ એરવાલ્વરની ચકાસણી કરવામાં આવતા તેમાંથી ૮૭ એરવાલ્વન ખામીયુક્તા નિકળતા ૬૫ જેટલા એરવાલ્વલની મરામત કરાઈ છે આ કામગીરીથી પાણીનો બગાડ અટકવાની સાથે પાઇપલાઇનના નેટવર્કની કાર્યક્ષમતા પણ વધે છે. જિલ્લા પાણી પુરવઠા ધ્વા રા જિલ્લાના ૫૦ જેટલા ગામોમાં ઉંચી ટાંકી અને ભૂગર્ભસંપની સફાઇ કરવામાં આવી છે.

(8:38 pm IST)