ગુજરાત
News of Monday, 21st May 2018

કપડવંજ-નડિયાદ રોડ પર નર્મદા કેનાલના પુલ નજીક બે કાર સામ-સામે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ત્રણને ઇજા

કપડવંજ:કપડવંજ-નડિયાદ રોડ ફતીયાબાદ નર્મદા કેનાલના પુલ નજીક ગઈકાલે રાત્રે બે ઈકો ગાડી સામસામે અથડાઈ હતી. આ અકસ્માત સર્જાતા ત્રણ જણાંને ઈજા થઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના મેનપુરા તાબે વ્યાસ વાસણામાં રહેતા પ્રભાતસિંહ ઉદેસિંહ રાઠોડ ગત તા. ૧૮-૫-૧૮ની રાત્રે ઈકો ગાડી નં જીજે-૭-બીએન-૯૭૩૦ લઈ અમદાવાદથી કપડવંજ તરફ આવતા હતા.
આ દરમિયાન ફતીયાબાદ નર્મદા કેનાલના પુલ નજીક કપડવંજ તરફથી આવતી ઈકો ગાડી નં. જીજે-૭-બીઆર-૬૭૫૦ સાથે અથડાઈ હતી. જેથી ઈકો ગાડીમાં બેઠેલા ત્રણેક જણાંને ઈજા થઈ હતી. આ અકસ્માત સર્જી ગાડીનો ચાલક ગાડી મૂકી નાસી ગયો હતો. આ બનાવ અંગે પ્રભાતસિંહ ઉદેસિંહ રાઠોડની ફરિયાદ આધારે આંતરસુબા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:33 pm IST)