ગુજરાત
News of Monday, 21st May 2018

ગાંધીનગરમાં સરકારી આવાસ પર કબ્જો જમાવી બેઠેલ 100 જેટલા નિવૃત કર્મીઓને નોટિસ ફટકારાઇ

ગાંધીનગર:પોલીસ કર્મચારીઓને પોલીસ આવાસ નિગમ દ્વારા રહેણાંક વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે ગાંધીનગરમાં પોલીસ કર્મચારીઓની સંખ્યા વધુ હોવાને કારણે તેમને સરકારી આવાસો પણ જુદા-જુદા સેક્ટરોમાં આપવામાં આવ્યા છે. ત્યારે ઘણા કર્મીઓ વયનિવૃત્તી અથવા તો બદલી થઇ ગઇ હોવા છતા સરકારી આવાસ પર કબ્જો જમાઇને બેઠા છે.આવા ૧૦૦ જેટલા પોલીસ કર્મીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
શહેરની રચના થઇ ત્યારથી સરકારી નગરી ગણાતા પાટનગર ગાંધીનગરમાં સરકારી આવાસો બનાવવાની કામગીરી કાર્યરત છે તેમ છતા કર્મચારીઓના પ્રમાણમાં હજુ સુધી સરકારી આવાસો પુરા થઇ શક્યા નથી.

તેવી સ્થિતિમાં પણ વયનિવૃત્ત થઇ ગયા હોય તેમજ બદલી થઇ ગઇ હોયો તેવા કિસ્સામાં પણ સરકારી આાવસોનો કબ્જો જમાઇને બેઠેલા ઘણા કર્મચારી અને અધિકારીઓના નામ સામે આવે છે તેમાં ખાસ કરીને પોલીસ જવાનોને આપેલા મકાનોમાં આ પ્રકારે ખોટીરીતે રહેણાંક કરવામાં આવતું હોવાનું તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે.

(5:32 pm IST)