ગુજરાત
News of Monday, 21st May 2018

વડોદરાના ઊકાજી વિસ્તારમાં પોલીસે દરોડા પાડી 29 હજારના દારૂના જથ્થા સાથે ચાર વ્યક્તિની ધરપકડ કરી

વડોદરા :શહેરમાં ઉકાજીના વાડીયા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી માત્ર રૂ.૨૯૨૦૦નો દારૂ પકડી ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી.
વાઘોડિયારોડ વિસ્તારમાં ઉકાજીના વાડીયામાં મયુર સોસાયટીની બાજુમાં રિધ્ધિ સિધ્ધિ ગણપતિ મંદિર પાસે ખુલ્લી જગ્યામાં રવિ ઉર્ફે ચામડો ઠાકોર માછી તેમજ અશોક ઉર્ફે બદરુ કિશન કહાર માણસો રાખી દારૂનો ધંધો કરે છે તેવી બાતમીના આધારે સ્ટેટ મોનીરટરીંગ સેલે દરોડો પાડી ઉકાજીના વાડીયામાં રહેતા રવિ ઉર્ફે ચામડો, કુણાલ અશોક ગોડીયા, રાજેશ લીલાધર કહાર અને હાથીખાનામાં મન્સુરી કબ્રસ્તાન પાસે રહેતા ફૈઝલ અયુબ શેખની ધરપકડ કરી હતી જ્યારે અશોક કહાર ફરાર થઇ ગયો હતો.
પોલીસે દારૂની બોટલો, બીયરના ટીન તેમજ દારૂ ભરેલી થેલીઓ મળી રૂ.૨૯૨૦૦નો જથ્થો તેમજ બે એક્ટીવા, રોકડ સહિત કુલ રૂ.૧૨૬૯૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઝડપાયેલા ચારેયની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજુ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો.

(5:31 pm IST)