ગુજરાત
News of Monday, 21st May 2018

બનાસકાંઠા જિલ્લાની કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહેતા લોકોનો તંત્ર સામે રોષ

બનાસકાંઠા:જિલ્લાની કેનાલોમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યતાવત રહ્યો છે. કેનાલો રીપેરીંગ કર્યા બાદ પણ ગાબડા પડતા  લોકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે. એક તરફ નર્મદા ડેમાં પાણીની સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે. બિજી તરફ કેનાલો તુટવાનો સિલસિલાથી પાણીનો બેફામ વ્યય થઇ રહ્યો છે. આજે વધુ એક કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ડીસાના શેરપુરા ગામની શિપુડેમની માઈનોર કેનાલમાં ૧૦ ફુટ ગાબડુ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.
અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠામાં છેવાડાના વિસ્તારોમાં પાણીની તિવ્ર અછત વર્તાઈ રહી છે. જયારે બનાસકાંઠાના ગામડાઓમાં ખેડૂતોને પાણી પુરૃ પાડવા માઈનોર કેનાલો બનાવામાં આવી છે. આ માઈનોર કેનાલોનુ થોડા સમય પહેલા રીપેરીંગ કામ પણ કરવામાં આવ્યું છે.
તેમ છતા વારંવાર આ માઈનોર કેનાલોમાં ગાબડા પડવાના બનાવો બનતા જોવા મળે છે. આ એક સપ્તાહની અંદર બે વાર માઈનોર કેનાલોમાં ગાબડા પડવાના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયેલ છે અને આ કેનાલોમાં ગાબડા પડવાથી આસપાસના ખેડુતોને પણ વ્યાપક નુકશાન થયું છે.

 

(5:30 pm IST)