ગુજરાત
News of Monday, 21st May 2018

સુરતમાં નોટબંધી બાદ બીટકોઈન્સમાં ૧ હજાર કરોડનું રોકાણ

અમોને પ્રથમથી જ મોટા કાવત્રાની ગંધ આવી ગયેલ આમ છતાં ફરિયાદી અને મુખ્ય સૂત્રધારને અંધારામાં રાખવા વ્યુહ ગોઠવાયેલઃ આશિષ ભાટિયા

રાજકોટ, તા. ૨૧ :. કરોડાના બીટકોઈન્સ મામલે ચાલતી રાજ્યભરમાં ચકચારી બનેલી બીટકોઈન્સની તપાસમાં ખુદ ફરિયાદી જ આરોપી નિકળવા સાથે તેના ૯ જેટલા સાથીઓ જેમાં જીજ્ઞેશ મોરડિયા, કિરીટ વાળા અને નિકુંજ ભટ્ટ વિ.ની મહત્વની ભૂમિકા ખુલ્લી છે.

સમગ્ર મામલાની તલસ્પર્શી તપાસ જેના માર્ગદર્શનમાં થઈ છે તેવા સીઆઈડીના ડી.જી. કક્ષાના વડા આશિષ ભાટિયાએ બીટકોઈન્સમાં નોટબંધી બાદ જે રોકાણ થયુ તેમા ૧ હજાર કરોડથી વધુ હોવાની વાતને સમર્થન આપવા સાથે આ કંપની ઉઠી ગયા બાદ જે નાણા સલવાણા છે તે બાબતે સીઆઈડીને કોઈ ફરીયાદ સત્તાવાર  ન મળ્યાનું જણાવેલ.

આશિષ ભાટિયાએ જણાવેલ કે, અમોને શરૂઆતથી મોટા કૌભાંડની ગંધ આવી ગઈ હતી પરંતુ અમારે ફરીયાદીને કોઈ અણસાર આવે તે જોવા સાથે મુખ્ય સૂત્રધાર કિરીટ પાલડીયાને પણ તેને સીઆઈડી સાક્ષી બનાવવામાં ભ્રમમાં નાખવાનો વ્યુહ વિચારેલ, આ વાત સીઆઈડીએ ઈરાદાપૂર્વક વહેતી કરી ત્યારે સીઆઈડી સામે આંગળી ચિંધાઈ તેવું બનેલ પણ તપાસના હિતમાં અમો ખામોશ રહેલ.

આશિષ ભાટિયાએ એવું જણાવેલ કે શૈલેષ ભટ્ટના સાગ્રીતોએ પિયુષ સાવલીયાને ડરાવી ધમકાવી વિદેશ મોકલી દીધો હતો. વિદેશથી પરત પિયુષ ફરતા તેને ડરાવી-ધમકાવી સોગંદનામુ કરવા સાથે સીઆઈડી સમક્ષ મ્હો ન ખોલે તે માટે સાડા ચોત્રીસ લાખ આપ્યા હતા.

ફેબ્રુઆરીની પ્રથમ તારીખે ધવલ માવાણીને તેની જ ઓફિસના પાર્કિંગ (અનુપમ આર્કેડ - પર્વત પાટીયા સુરત) કામરેજ નજીકથી સુરત ક્રાઈમ બ્રાંચના નામે અપહરણ કરી વિડીયો ઉતાર્યો હતો અને બંદુકની અણીએ બીટકોઈન્સ ટ્રાન્સફર કરાવી લીધેલ. સીઆઈડી તપાસ દરમ્યાન શૈલેષ ભટ્ટ, જીજ્ઞેશ મોરડિયા, કિરીટ વાળા, નિકુંજ ભટ્ટ, જીજ્ઞેશ ખેની, ઉમેશ બાવાજી, જે.કે. રાજપુત, દિલીપ કાનાણી, હિતેષ જોતાસણા વિ. એ કાવત્રુ ઘડયાનું ખુલ્યુ છે. આ ગુન્હામાં નિકુંજ અને દિલીપ કાનાણીની ધરપકડ થઈ છે.

શૈલેષ ભટ્ટનું રાજકોટ સ્કૂલમાં રોકાણ થયાનું ખુલશે તો ઈન્કમટેક્ષની મદદથી મિલ્કત જપ્ત કરાશેઃ

આશિષ ભાટિયા

રાજકોટ :. શૈલેષ ભટ્ટના ભાણેજ - કઝીન વિ. દ્વારા રાજકોટમાં ચલાવાતી સ્કૂલમાં ફરીયાદીનું રોકાણ થયા બાબતે પત્રકારોના સવાલના જવાબમાં આશિષ ભાટિયાએ જણાવેલ કે કરોડોના રોકાણની સત્તાવાર રકમો બાબતે અમોએ ઈન્કમ ટેક્ષને જાણ કરી છે. સીઆઈડી તપાસમાં રાજકોટની સ્કૂલ બાબતે ફરીયાદીના રોકાણના પુરાવા સાંપડશે તો જપ્તી વિ. કાર્યવાહી થશે.

ધવલ માવાણીનું અપહરણ ટોળકીએ સુરત ક્રાઈમ બ્રાન્ચના નામે કરેલુ

રાજકોટ :. ધવલ માવાણીનું સુરતમાંથી તેની ઓફિસમાંથી શૈલેષ ભટ્ટ એન્ડ ટોળકીએ સુરત ક્રાઈમ બ્રાન્ચના નામે અપહરણ કરેલુ. કામરેજ પાસેના ફાર્મમાં ઈ જઈ રિવોલ્વર દેખાડેલ. વિડીયો ઉતારેલ અને શૈલેષ ભટ્ટના ખાતામાં કરોડોના બીટકોઈન્સ ટ્રાન્સફર થયેલ.

સુરત-અમરેલીના મૂળિયા ધરાવતા સીઆઈડી તપાસમાં જેના નામો સપાટી પર આવ્યા તેમને ઓળખો

રાજકોટ :. સીઆઈડી ક્રાઈમની તપાસ દરમ્યાન જેમના નામો આરોપી તરીકે સપાટી પર આવ્યા તેઓ મૂળભૂત અમરેલી-સુરતના મૂળના છે. કિરીટ ભટ્ટ, જીજ્ઞેશ મારરડીયા, કિરીટ વાળા, નિકુંજ ભટ્ટ, જીજ્ઞેશ જાની, ઉમેશ બાવાજી, જે.કે. રાજપૂત, દિલીપ કાનાણી અને હિતેષ જોતાસણા વિ. છે.

(4:20 pm IST)