ગુજરાત
News of Monday, 21st May 2018

ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્રના અધ્યક્ષપદે વિષ્ણુભાઇ પંડયાની વરણી

રાજકોટ : ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્રની રવિવાર કારોબારીની બેઠક મળી હતી, તેમાં ખ્યાતનામ ઇતિહાસ સંશોધક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઇ પંડ્યાની સર્વાનુમતે માનદ અધ્યક્ષ તરીકે પસંદગી કરાઈ હતી. કેન્દ્રના ઉપાધ્યક્ષ ડો. અમી ઉપાધ્યાય અને મહામંત્રી ડો. દર્શન મશરૂની વરણી કરવામાં આવી છે.

આ બેઠકમાં સર્વશ્રી ભૂપેન્દ્ર દવે, સુનીલ મહેતા, ડો. દુષ્યંત નિમાવત, નિહારિકા શાહ, તૃપ્તિ ત્રિવેદી, વિનોદ રાઠોડ, ખુશી ત્રિવેદી, જસ્મીન પટેલ, ઇશાની પટેલ તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતના ઇતિહાસ સંશોધનના કેટલાક મુદ્દાઓ વિષે ગુજરાત કક્ષાનો પરિસંવાદ યોજવાનું નક્કી કરાયું હતું. ઉપરાંત યુનિવર્સિટીમાં ઇતિહાસના વિદ્યાર્થીઓના સંશોધનમાં મદદરૂપ થવા માટે ઇતિહાસ કેન્દ્રના ચાર હજાર પુસ્તકો, ડીવીડી અને અન્ય દસ્તાવેજો કેન્દ્રના કાર્યાલયમાં ખુલ્લા મૂકાયા હતાં.

(4:07 pm IST)