News of Monday, 21st May 2018
ઉ.પ્ર.ના બાંદાથી અમદાવાદ આવતી બસે ટ્રકને હડફેટે લીધી : ૧૦ના મોત
અમદાવાદ તા. ૨૧ : મધ્યપ્રદેશના ગુનામાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ૧૦ લોકોનાં મોત થયા છે.
ઘટનાની વિગત અનુસાર ગુનામાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૦ લોકોનાં મોત ઘટનાસ્થળે જ થયા હતા. જયારે એક વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મૃતકોમાં તમામ પુરૂષો હોવાનું સામે આવ્યું છે.
યુપીના બાંદાથી આ બસ અમદાવાદ આવી રહી હતી. તે દરમિયાન આ બસે રસ્તા પર ઉભેલા ટ્રકને ટક્કર મારી હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ બસ ખાનગી કંપનીની હતી. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
(3:38 pm IST)