ગુજરાત
News of Monday, 21st May 2018

'હીચકી'નું ૨૬મીએ સોનીમેકસ પર વર્લ્ડ ટેલિઝિન પ્રીમીયર

અમદાવાદઃ બોકસ ઓફિસ પર સફળતા મેળવનાર રાની મુખર્જીની મુખ્ય ભૂમિકા વાળી ભૂમિકા 'હિચકી'નું હવે સોની પિકચર્સ નેટવકર્સની નં-૧ હિન્દી મૂવી ચેનલ સોની મેકસ પર તા.૨૬ના રોજ રાત્રે ૯ કલાકે વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. આ  ફિલ્મનું ડાયરેકશન સિદ્ધાર્થ પી.મલ્હોત્રાએ કર્યું છે. આની વાર્તા એક એવી મહિલાની છે કે જેણે પોતાની સૌથી મોટી નબળાઈને જ પોતાની સૌથી મોટી તાકાતમાં ફેરવી દીધી.

રાની મુખર્જી જણાવે છે કે 'કેટલીક વાર્તાઓ એવી હોય છે કે જે તમારી લાઈફમાં પરિવર્તન લાવે છે, તમને પ્રેરણા પણ આપે છે. હિચકી ફકત ટોરેટ સિન્ડ્રોમથી પીડિત કોઈ છોકરીની વાર્તા નથી કે જે ટીચર બનવા માંગે છે. આ ભિન્ન- ભિન્ન બેકગ્રાઉન્ડમાંથી આવનાર સ્ટૂડન્ટ્સની પણ વાર્તા છે. હિચકી ઘણા બધા પેરેન્ટ્સ, સ્ટૂડેન્ટ્સ અને ટીચર્સમાં આવાં જટિલ ન્યુરોલટજિકલ ડિસઓર્ડર પ્રતિ ચેતના જગાવશે. એવાં ઘણાં બધાં બાળકો, જેમને ટોરેટ છે, તેઓ સમજે છે કે તેઓ જીવનમાં આગળ નથી વધી શકતાં કારણ કે જિંદગીએ તેમણે બરાબરીની તક નથી આપી. પરંતું આ વિચારણા ખોટી છે. સાચી વિચારણાએ છે કે, પોતાની હિચકીઓ પર જીત કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. રસ્તાની મુશ્કેલીઓને દૂર કઈ રીતે કરી શકાય અને કઈ રીતે વિજેતા બનીને સામે આવી શકાય આ ફિલ્મ આ જ બધું શીખવે છે.'

(3:38 pm IST)